આ ધારામાં વહેવું ઘણું આકરું છે, કશું પણ ન કહેવું ઘણું આકરું છે. બધા બુધ્ધિમાનોની વચ્ચે અહીં પર, ખરેખર તો રહેવું ઘણું આકરું છે. ભૂજાઓને બાંધી સમંદરમાં પડવું, અને એમાં તરવું ઘણું આકરું છે. સમજમાં ન આવે એવી વાત પર પણ, સમાધાન કરવું ઘણું આકરું છે. બાંધીને પાટા બધા જેમ આંખે , ચાલ્યા જ કરવું ઘણું આકરું છે. મળે નૈ મથામણ પછી તોડ એના, વિચારોમાં રહેવું ઘણું આકરું છે. માંગ્યુ મરણ ”સ્તબ્ધ” મળતું નથી જ્યાં, જીવતું ય રહેવું ઘણું આકરું છે. – કૌશલ શેઠ